કોરોના મહામારી વચ્ચે હાલમાં તંત્ર એલર્ટ છે. ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSEB) મહત્વનો નિર્ણય કર્યો છે. ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની માર્કશીટ એટલે કે પ્રમાણપત્રકને સ્પીડ પોસ્ટ દ્વારા ઘરે જ મોકલી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઇ પણ વિદ્યાર્થીએ કોરોનાની મહામારીમાં સ્કૂલો પર માર્કશીટ લેવા નહીં જવું પડે. જો કે એ માટે વિદ્યાર્થીઓએ GSEBની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર માઈગ્રેશન પણ સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ એ માટે વિદ્યાર્થીઓએ (GSEB) બોર્ડની વેબસાઈટ પર જઈને આ બંને વસ્તુઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. કોરોનામાં વિદ્યાર્થીઓ ભેગા ન થાય તે માટે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે.