15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી અને ધ્વજવંદન કાર્યક્રમ માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જે મુજબ રાજ્ય અને જિલ્લા કક્ષાની ઉજવણીમાં 150 વ્યક્તિ જ રહેશે. જ્યારે મંચ પર માત્ર 5 જ મહાનુભાવો રહેશે, આ પ્રસંગે કોરોના વોરિયર્સનું સમ્માન કરવામાં આવશે. રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતોમાં કોવિડ 19ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે, પાંચ મહાનુભાવો બેસી શકે તેવી મંચ વ્યવસ્થા અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે.
આ સિવાય રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્રવચન તેમજ રાષ્ટ્રગાન થશે.