ખાનગી શાળાઓમાં ફી મામલે વાલીઓમાં અવારનવાર ઉહાપોહ થાય છે. જો કે પાછળથી મામલો શાંત થઇ જાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. વારંવારની ફી વધારાની માથાકૂટથી વાલીઓ કંટાળી ગયા છે. બીજી તરફ મ્યુનિ. શાળાના શૈક્ષણિક સ્તરમાં સુધારો થતો ગયો છે. આ કારણોસર છેલ્લાં કેટલાંક વર્ષોમાં પોતાના પાલ્યને મ્યુનિ. શાળામાં પ્રવેશ અપાવવાનો ક્રેઝ વધતો જાય છે. છેલ્લાં છ વર્ષમાં ખાનગી શાળાઓમાંથી મ્યુનિ. શાળામાં પ્રવેશ મેળવનારાની સંખ્યા 2 લાખથી પણ વધી ગઇ છે.
એમાં પણ સુરત તથા અમદાવાદની મ્યુનિ. શાળાઓમાં સૌથી વધુ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. એક સમયે લોકો મ્યુનિ. શાળામાંથી પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાં પ્રવેશ અપાવવા લાગ્યા હતાં. પરંતુ આજે ઉલ્ટી ગંગા વહેવા લાગી છે. એટલે કે વાલીઓમાં મ્યુનિ. શાળાઓનો ક્રેઝ વધતો જાય છે.
સરકાર તરફથી દર વર્ષે શિક્ષણ સુધારણા તેમજ પ્રવેશ મહોત્સવનાં કાર્યક્રમો યોજવામાં આવે છે. આ કાર્યક્રમોનાં કારણે છેલ્લાં છ વર્ષના આંકડા જો તપાસીએ તો ખાનગી શાળાઓમાંથી મ્યુનિ. શાળાઓમાં પ્રવેશ મેળવનારાની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. જેમાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મોખરાનું સ્થાન ધરાવે છે. જ્યારે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ત્યાર બાદ રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો નંબર આવે છે. એટલે કે સરવાળે શહેરી વિસ્તારોમાં રહેતાં વાલીઓ મ્યુનિ. શાળા તરફ વળ્યાં છે.
કયા વર્ષમાં કેટલાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો?
રાજ્યનાં 33 જિલ્લાઓની વાત કરીએ તો છેલ્લાં છ વર્ષમાં 2,06,175 વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં (Government Schools) પ્રવેશ મેળવ્યો હતો.