Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ તા. ૪ જુનના રોજ પ્રદેશ કાર્યાલય શ્રીકમલમ ખાતે યોજાયેલ વર્ચ્યુઅલ પ્રેસવાર્તા દરમ્યાન જણાવ્યા મુજબ આજે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાયેલી છે ત્યારે ભારત સહિત તમામ દેશો આ સંકટમાંથી પસાર થઈ રહ્યા છે ભારત અને ગુજરાતની જનતાએ પણ આ વૈશ્વિક મહામારીનો સામનો ખૂબ ધીરજપૂર્વક અને મક્કમતાથી કર્યો છે.
વાઘાણી જણાવ્યું હતું કે લોકડાઉનના  સમયગાળા દરમિયાન કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા કોરોનાને નાથવા અને નાગરિકોની સુરક્ષા માટે અનેક શ્રેણીબદ્ધ પગલાં લેવાયા છે જેને કારણે આપણે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાના સંક્રમણને સીમિત રાખવામાં નોંધપાત્ર સફળતા મેળવી શક્યા છીએ. લોકોનું સામાન્ય જનજીવન રાબેતા મુજબ થાય અને જીવનની ગતિ ચેતનવંતી બને, વેપાર, ધંધા ઉદ્યોગો ધમધમતા થાય તે માટેની ખેવના કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકારે કરી છે. જેના અનુસંધાનમાં અનલૉક-૧ દરમ્યાન મહદ અંશે જનજીવન પૂર્વવત બને તે માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ