પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલ કાગવડ ખોડલધામ પહોંચ્યા હતા. અહીં હાર્દિક પટેલે મા ખોડલના દર્શન કરીને નવી જવાબદારી શ્રેષ્ઠ રીતે બજાવી શકવા માટે પ્રાર્થના કરી હતી. આ સાથે હાર્દિક પટેલે હુંકાર કરતાં કહ્યું કે રાજ્યની આગામી વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી જીતીશું. પેટાચૂંટણીમાં 15 હજાર કરતાં વધુ મતોથી કોંગ્રેસ જીતશે.
હાર્દિક પટેલે 2022ની વિધાનસભાની ચૂંટણીને લઇને કહ્યું કે 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવીશું. આ તાનાશાહી સરકાર સામે લડીશું. હાર્દિક પટેલે કહ્યું વિકાસનો મતલબ ગુજરાતના 6 કરોડ લોકોનો વિકાસ છે, રાજ્યના એક-એક વ્યક્તિ માટે હું કામ કરીશ.