પહલગામ હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે. ભારતમાં પાકિસ્તાન તરફથી થઈ રહેલી ગતિવિધિઓ અને ભારતીય સેનાના વળતા જવાબ બાદ દેશની દરેક સરહદોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં ગુરુવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ સુરક્ષા દળ (BSF) એ પાકિસ્તાનથી ઘૂસણખોરી કરતાં 7 આતંકવાદીઓને ઠાર કર્યા છે.