Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આવતીકાલ એટલે કે 1 જૂલાઈથી અનલોક-2 ગુજરાત સહિત સમગ્ર દેશમાં લાગૂ થઈ જશે. જેને લઈને મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંત્રીઓ અને અધિકારી સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે રાજ્યમાં 1લી જૂલાઈથી દુકાનોમાં રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખી શકાશે. ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટના સમયમાં પણ ફેરફાર કરતા 9 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે.

અનલોક-2ને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે  1 અનલોક 2 અંતગર્ત આપેલા નવા દિશા નિર્દેશો મુજબ  મુખ્યમંત્રીએ ગુજરાત નિર્ણયો લીધા.

આ પહેલા અનલોક 1માં સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી હતી. જ્યારે રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનો લાદવામાં આવ્યો હતો. આમ હવે દુકાન ધારકોને એક કલાકની અને રેસ્ટોરન્ટ માલિકોને બે કલાકની વધુ રાહત આપી છે. જ્યારેકર્ફ્યુમાં પણ 1 કલાકની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ