Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગુજરાતના મુંદ્રા ડોકયાર્ડમાં સુપરવાઇઝરની પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇ (ISI) માટે કામ કરવા બદલ ધરપકડ કરી છે. ગુજરાતના પશ્ચિમ કચ્છમાં રઝાકભાઈ કુંભારની રવિવારે એનઆઇએ દ્વારા ડિફેન્સ-ISI કેસના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી હતી, એમ NIAના અધિકારીઓએ જણાવ્યું હતું.

લખનઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં ચંડોલી જિલ્લાાન મુગલસરાઈ ખાતેના મોહમ્મદ રશીદની ધરપકડની એફઆઇઆરના કેસમાંથી આ કેસનો ફણગો ફૂટ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. તેના પછી NIAએ છઠ્ઠી એપ્રિલના રોજ ભારતીય દંડસંહિતાની પ્રસ્તુત જોગવાઈઓ અને અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રીવેન્શન) એક્ટ (યુએપીએ) હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રશીદ ડિફેન્સ કે પાકિસ્તાનમાં ISIના હેન્ડલરોના સંપર્કમાં હતો અને તેણે બે વખત ત્યાંની મુલાકાત પણ લીધી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેણે ભારતના વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ અને મહત્ત્વના વિસ્તારોના ફોટોગ્રાફ મોકલ્યા હતા અને સશસ્ત્ર દળોની હિલચાલની માહિતી પાકિસ્તાનમાં ISI હેન્ડલર્સને મોકલી હતી, એમ NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું.

તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે કુંભાર ISIના એજન્ટ તરીકે કામ કરતો હતો અને તેણે પેટીએમ દ્વારા 5,000 રૂપિયા રિઝવાન નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા, જે મુખ્ય આરોપી રશીદને મોકલાયા હતા, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. ISIના હેન્ડલર્સની સૂચનાઓના આધારે કુંભારે રશીદને આ રકમ મોકલી હતી. કુંભારના મકાનની ગુરુવારે તલાશી લેવામાં આવી હતી અને ત્યાંથી કેટલાક મહત્ત્વના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં વધુ તપાસ જારી છે.

ઉલ્લેખનીય છે કે રઝાક કુંભાર બે વખત પાકિસ્તાન જઈ આવ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને તેની પાસેથી ઘણી મહત્ત્વની માહિતી મળી શકે તેમ એનઆઇએનું માનવું છે. પાકિસ્તાનમાં તેણે કેળવેલા સંપર્કો દ્વારા અને ભારતમાંથી કયા પ્રકારની માહિતી પૂરી પાડી છે તે અંગે નોંધપાત્ર વિગતો તેની પાસેથી જાણવા મળી શકે છે. કચ્છ સરહદે ભારતીય લશ્કરની સ્થિતિ અંગે તેણે કયા-કયા પ્રકારની માહિતીઓ મેળવી છે અને કેટલી જાણકારીઓ પૂરી પાડી છે તે બધી વિગતો પણ મળવાની પણ સંભાવના છે. તાજેતરમાં કચ્છ સરહદે પાકિસ્તાનની ગતિવિધિ વધી છે તેની એનઆઇએ દ્વારા થયેલી ધરપકડને ઘણી મહત્ત્વની લેખાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ