ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. કુલ પરિણામ 72.99 ટકા જાહેર થયું છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરિણામ ઓનલાઈન જાહેર કર્યું હતું. છેલ્લાં પાંચ વર્ષનું આ સૌથી ઓછું પરિણામ આવ્યું છે. જામનગરનું ધ્રોલ કેન્દ્ર 95 ટકા સાથે પ્રથમ ક્રમે છે. સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુરનું 35 ટકા આવ્યું છે.