ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઇમાં રવિવારે બારેમેઘ ખાંગા થઇ વરસતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. રવિવાર સવાર સુધીના છેલ્લા ૨૪ કલાકમાં પરાવિસ્તાર સાન્તાક્રુઝમાં ૩૨૯ મીમી (૧૩ ઇંચ) વરસાદ નોંધાયો હતો. તેના અગાઉના ૨૪ કલાકમાં ૧૩૩ મીમી વરસાદ નોંધાયો હતો. મુંબઇ શહેરમાં જુલાઇ મહિનામાં સરેરાશ ૮૧૯ મીમી વરસાદ નોંધાતો હોય છે પરંતુ આ વર્ષે જુલાઇ મહિનાના પહેલા પાંચ દિવસમાં જ શહેરમાં ૬૭૫ મીમી વરસાદ નોંધાઇ ચૂક્યો છે. રવિવાર સવારથી જ મુંબઇ અને તેના પરા વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. કોલાબા ખાતેની હવામાન કચેરીમાં રવિવાર સવારના ૮:૩૦ કલાક સુધીના ૨૪ કલાકમાં ૧૨૯.૬ મીમી વરસાદ નોંધાયો હતો.