મુંબઈમાં આવનારા 48 કલાક દરમ્યાન પણ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં પણ મુંબઈમાં ભારે વરસાદ થશે. સ્થાનિક તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન નિષ્ફળ ગયો હોવાની ફરિયાદો નાગરિકો કરી રહ્યાં છે. મુંબઈમાં લોકલ ટ્રેન પણ બુધવારે દોડશે કે નહીં તે અંગે સેન્ટ્રલ રેલવે દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.