ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે, ત્યારે હજુ પણ 24 કલાક રાજ્ય માટે ભારે હોવાનું કહેવાય છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં 24 કલાક ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે.
આ અંગે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં વધુ એક લૉ પ્રેશર સિસ્ટમ સર્જાયી છે. જેના કારણે દેશના પશ્ચિમી રાજ્યો ખાસ કરીને ગુજરાત માટે આગામી 24 કલાક ભારે છે. આ દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે રાજ્યની મોટાભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે. જ્યારે રાજ્યના 100થી ડેમોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે.
હવામાન વિભાગની આગાહીને પગલે આગામી 2 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં જે વધુ એક લો પ્રેશર સક્રિય થયું છે, જેની અસર ગુજરાતમાં 26 ઓગસ્ટ પછી વર્તાશે અને વધુ વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં સિઝનના 100 ટકાથી વધુ વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે. જેમાંથી સૌથી વધુ વરસાદ માત્ર ઓગસ્ટ મહિનામાં જ પડ્યો છે. જેમાં કચ્છમાં અત્યાર સુધી સિઝનનો સોથી વધુ 188.02 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 134.81 ટકા, દક્ષિણ ગુજરાતમાં 90.21 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 780.98 ટકા અને ઉત્તર ગુજરાતમાં 87.44 ટકા વરસાદ વરસ્યો છે.