ગુજરાતમાં છેલ્લાં કેટલાંય દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજી પણ ગુજરાત પરથી ભારે વરસાદનું સંકટ ટળ્યું નથી. કેમ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી સારો એવો વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 21 ઓગસ્ટ આવતી કાલથી હજુ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. હજી 4 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 85 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.
ભારે વરસાદની આગાહીને પગલે તમામ વિસ્તારોને અલર્ટ રહેવા અને આગોતરી તૈયારીઓ કરી દેવા રાહત કમિશનરે તાકીદ કરી છે. આ ઉપરાંત અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ટીમોને જરૂર જણાશે તો ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવી શકે છે.