રાજ્યમાં આજે સતત બીજા દિવસે પણ મેઘરાજાએ મધ્યમથી ભારે હાજરી પુરાવી છે, જેના કારણે અનેક શહેરોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, ભરૂચ અને ગાંધીનગરમાં વરસાદની સાથે સ્થાનિક પ્રશાસનની અણઆવડતને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ઠેર ઠેર ભરાયેલા પાણી અને બિસ્માર રસ્તાઓએ વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે.