વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે એલર્ટ જાહેર કરાયું છે. મહીસાગર નદીમાં પાણીની સપાટી ભયજનકસ્તરે પહોંચી છે. જ્યારે વડોદરા જિલ્લામાં ઢાઢર નદીના કિનારે આવેલા 10 ઉપરાંત ગામોને હાઈ એલર્ટ કરાયા છે. વડોદરા શહેરમાં પાદરા સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. તંત્રનું પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયું હોવાની ફરિયાદો નાગરિકો કરી રહ્યાં છે.