રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના જંગમાં બ્રેક મારતાં રાજસ્થાન હાઇકોર્ટે મંગળવારે સચિન પાયલટ અને ૧૮ બળવાખોર કોંગ્રેસી ધારાસભ્યો દ્વારા દાખલ કરાયેલી રિટ પિટિશન પરનો ચુકાદો શુક્રવાર પર મોકૂફ રાખતાં પાયલટ આણિ મંડળીને ૨૪ જુલાઇ સુધી રાહત મળી છે. રાજસ્થાન હાઇકોર્ટે મંગળવારે સમાપ્ત થયેલી સુનાવણીમાં જણાવ્યું હતું કે વિધાનસભા સ્પીકર દ્વારા સચિન પાયલટ અને તેમના સાથી ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે પાઠવાયેલી નોટિસને પડકારતી અપીલ પરનો ચુકાદો ૨૪ જુલાઇના શુક્રવારે જાહેર કરાશે, ત્યાં સુધી વિધાનસભાના સ્પીકર પાયલટ અને સાથી ધારાસભ્યો સામે કોઇ પગલાં લઇ શકશે નહીં.