ઉચ્ચ અદાલતોનો ચુકાદો હિન્દીમાં ઈચ્છનારાઓએ હવે અંગ્રેજી ભાષામાં લખેલા ચુકાદા પર નિર્ભર રહેવું પડશે નહીં. પંજાબ-હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ એમ. એમ. એસ. બેદી અને જસ્ટિસ હરિપાલ વર્માએ પહેલીવાર હિંદીમાં ચુકાદાની નકલ ઉપલબ્ધ કરાવી છે. એડવોકેટ મનીષ વશિષ્ઠની માગણી પર બંને ન્યાયાધીશોની ખંડપીઠે પોતાનો ચુકાદો હિંદીમાં ઉપલબ્ધ કરાવ્યો છે. હિંદી અનુવાદના 114 પૃષ્ઠો હસ્તલિખિત સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવ્યા છે.