-
રાજ્યસભામાં આ વખતે ખાલી પડેલી 4 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવા હાઇપ્રોફાઇલ ડ્રામા જેવો સીન જોવા મળ્યો હતો. ફોર્મ ભરવાના છેલ્લાં દિવસે કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાના ઉમેદવારીપત્રમાં કંઇક ગરબડ સર્જાતા તેમની ઉમેદવારી રદ્દ થાય તેમ છે તેવો સંદેશો દિલ્હી હાઇકમાન્ડને પહોંચતા અધ્યક્ષ રાહુલ ગાંધીએ અન્ય નેતા રાજીવ શુક્લને તાબડતોડ ગુજરાત જઈને ઉમેદવારી નોંધાવવાનું કહેતા તેઓ વિમાનની ટિકિટ માટે પહોંચ્યા ત્યારે એરલાઇન દ્વારા કહેવાયું કે અમદાવાદ એરપોર્ટ પર સમારકામને કારણે વિમાની સેવા ઉપલબ્ધ નથી. કોંગ્રેસમાં દોડધામ મચી ગઇ. શું કરવું શું ન કરવું...ની પળોજણમાં ત્યાં વળી જાણ થઇ કે રાઠવાનું ઉમેદવારી પત્ર આખરે સ્વીકારાઇ ગયું છે ત્યારે જ હાઇકમાન્ડમાં હાશકારો સર્જાયો હતો. સૂત્રોએ કહ્યું કે છેલ્લાં દિવસે નામો જાહેર કરવાને કારણે આવી દોડધામ સર્જાય છે. છતાં પક્ષોના મોવડીઓ તેમાંથી કોઇ બોધપાઠ શિખતાં નથી. જો રાઠવાનું ઉમેદવારી પત્ર રદ્દ થઇ ગયું હોત તો કોંગ્રેસે એક બેઠક ગુમાવવી પડી હોત.