-
પોતાના વતન આસામના નૌગામમાં અનાજના ખેતરોમાં દોડ લગાવનાર ખેડૂત પરિવારની 18 વર્ષિય હિમા દાસે એક નવો ઇતિહાસ રચી નાંખ્યો છે. હિમાએ ફિનલેન્ડમાં ચાલી રહેલી IAAF વિશ્વ અન્ડર-20 એથ્લેટીકસ ચેમ્પિયનશીપમાં 400 મીટર રેસ ફાઇનલમાં 51.46 સેકન્ડ સાથે પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ જીતીને તેઓ પ્રથમ ભારતીય મહિલા એથ્લીટ બની ગઇ છે. આ પહેલા ભારતની કોઇ મહિલાએ વિશ્વ ચેમ્પિયનશીપના કોઇપણ સ્તરે ગોલ્ડ મેડલ જીત્યો નથી. ભારત સરકાર અને રાષ્ટ્રપતિ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યાં છે. દરમ્યાન જો ગણતરી કરીએ તો હિમા દાસે 51.46 સેકન્ડમાં 400 મીટરનું અંતર જે ઝડપે પૂરુ કર્યું તે જોતા તેમણે એક સેકન્ડમાં 7.77 મીટર એટલે કે અંદાજે 23 ફૂટનું અંતર કાપીને 51-46 સેકન્ડમાં 400 મીટરનું અંતર પુરુ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.