એક તરફ ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે અને બીજી તરફ આ મુદ્દાને લઈ કોંગ્રેસ તથા બીજેપી વચ્ચે રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. આ દરમિયાન આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં ચીન, કોરોના વાયરસ સહિત અનેક બાબતો પર વાત કરી હતી.
અમિત શાહે કહ્યું કે, અમે ચર્ચાથી નથી ડરતા. રાહુલ ગાંધી ગમે ત્યારે સંસદમાં ભારત-ચીન અંગે વાત કરી શકે છે. પરંતુ જ્યારે આપણા જવાનો ચીનનો સામનો કરી રહ્યા છે તેવા સમયે પાકિસ્તાન અને ચીન ખુશ થાય તેવું નિવેદન આપવું જોઈએ નહીં. ગલવાન ઘાટી મુદદે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ આ અંગે 'Surender Modi' ટ્વિટ કર્યુ હતું.
તેમણે એમ પણ કહ્યું, કોરોના સામે ભારત સરકાર યોગ્ય રીતે લડી રહી છે. હું રાહુલ ગાંધીને સલાહ ન આપી શકું. વિશ્વની તુલનામાં આપણા દેશના આંકડા ખૂબ સારા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બારતમાં કોરોના સામે ભારત સરકાર, રાજ્ય સરકારો અને 130 કરોડ દેશવાસી તમામે લડાઈ લડી છે.