યુપીનાં રીઢા ગુનેગાર વિકાસ દુબે સામે આટલા બધા કેસ હતા અને તે ખતરનાક ગેંગસ્ટર હતો તો તેને જામીન કેવી રીતે મળ્યા? તે શા માટે જેલની બહાર હતો? તેને પેરોલ પર શા માટે છોડવામાં આવ્યો હતો તેવા અણિયાળા પ્રશ્નો સુપ્રીમ કોર્ટે સોમવારે યુપી સરકાર અને યુપી પોલીસને પૂછયા હતા. વિકાસ દુબે ખુલ્લેઆમ જેલની બહાર ફરતો હોવાનાં મુદ્દાને કોર્ટે સંસ્થાકીય તેમજ વ્યક્તિગત નિષ્ફળતા ગણાવી હતી. આવી વ્યકિત તો જેલની અંદર જ હોવી જોઈએ તેવો મત સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ એસ એ બોબડે એ વ્યક્ત કર્યો હતો. અનેક કેસ છતાં વિકાસ દુબે જેવી વ્યક્તિને જામીન અપાય અને પેરોલ પર છોડવામાં આવે તે અમને વ્યથિત કરનારું છે.