આંધ્ર પ્રદેશમાં આઇડીબીઆઇ બેંકની પાંચ શાખાઓમાંથી ૭૭૩ કરોડ રૃપિયાની લોન લઇને છેતરપિંડી કરવાનો કેસ સપાટી પર આવ્યો છે. આ લોન ૨૦૦૯ થી ૨૦૧૩ દરમિયાન મત્સય ઉદ્યોગ માટે આપવામાં આવી હતી.માછલીઓનું તળાવ ન હોવા છતાં નકલી લીઝ દસ્તાવેજો રજૂ કરીને લોન લેવામાં આવી હતી.