હવે જો અમદાવાદમાં રાત્રિના સમયે મહિલાને મુસાફરી માટે કોઈ વાહન ન મળે તો પોલીસ કંટ્રોલ રૂમમાં 100 નંબર પર ફોન કરવાથી પીસીઆર વાન સલામત રીતે ઘરે પહોંચાડશે.
ઉલ્લેખનીય છે કે, આ જાહેરાત અમદાવાદ શહેર પોલીસના ટવીટર એકાઉન્ટ પર વીમેન્સ ડેના દિવસે કરવામાં આવી હતી. ચંદીગઢ અને વડોદરા પોલીસની શરૂઆત બાદ અમદાવાદ પોલીસે આ પહેલ કરી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે મહિલાઓની સુરક્ષાને ધ્યાને લઈને આ મહત્વનો નિર્ણય લીધો છે.
રાત્રીના 12 વાગ્યા પછી મુસાફરી માટે વાહનોને લઈને મહિલાઓને મોટાપાયે તકલીફ થતી હોય છે. શહેરના રસ્તા પર રાત્રીના સમયે મહિલાઓને સતત ડર સતાવતો હોય છે. જેના પગલે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ સેવાની જાહેરાત કરવામાં આવી હતી.
પોલીસે કરેલા ટ્વીટ મૂજબ અમે તમારી સુરક્ષા માટે છીએ, કોલ કરો જો તમને તમારા ઘરે પહોંચવા માટે ટેક્સી, ઓટો, કેબ કે અન્ય વ્હીકલ મળતું ના હોય તો અમને 1૦૦ નંબર પર કોલ કરો, અમારી પીસીઆર વાન તમને જે તે સ્થળેથી તમારા ઘરે સુરક્ષીત રીતે પહોંચાડશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર પોલીસને 92 પીસીઆર વાન ફાળવવામાં આવી છે. પીસીઆર વાન સતત પેટ્રોલિંગમાં ફરતી રહે છે. આમ, શહેરમાં રાત્રીના સમયે મુસાફરી માટે વ્હીકલ શોધતી મહીલાને કંટ્રોલરૂમ તરફથી ગણતરીની મિનિટોમાં પીસીઆર વાનની મદદ મળી જશે.