ગુજરાતના મોરબી, રાજકોટ અને જામનગરના 47 સિનિયર સિટીઝનનું એક જૂથ ઉત્તરાખંડમાં ભારે વરસાદમાં ફસાઈ ગયું હતું. ચારધામ યાત્રાએ ગયેલા આ શ્રદ્ધાળુઓ કેદારનાથથી પરત ફરતી વખતે ગૌરીકુંડ નજીક ફસાઈ ગયા હતા. જો કે, હવે તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. તેમને એક સ્થાનિક હોટલમાં આશ્રય અપાયો હતો. બાદમાં રસ્તો ખૂલી જતાં તમામ શ્રદ્ધાળુ ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા રવાના થઈ ગયા છે.