સુરતના મહિધરપુર વિસ્તારમાં આવેલા 8 ગણેશ પંડાલમાંથી એક સાથે ચોરી થતાં ભક્તોમાં રોષ ફાટી નિકળ્યો હતો. બે શખ્સોએ રાત્રિના સમયે પંડાલોમાં ઘૂસી પૂજાના સાધનોની ચોરી કરી હતી. ઘટનાને લઈને સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે અને પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે આરોપીઓને શોધવાના પ્રયાસો શરૂ કરાયા છે. ઘટના અંગે જાણ થતાં ધારાસભ્ય કાંતિભાઈ બલર તથા કોર્પોરેટરો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ભક્તોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.