વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જેસલમેર નજીક પાકિસ્તાન સાથેની સરહદ પર આવેલી ભારતીય સેનાની ગૌરવગાથા સમાન લોંગેવાલા પોસ્ટ પર શનિવારે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે જવાનોને કરેલા ૪૦ મિનિટના સંબોધનમાં વડા પ્રધાન મોદીએ ચીન અને પાકિસ્તાનને નામ લીધા વિના સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ભારતને છંછેડશો તો પ્રચંડ જવાબ મળશે. ચીન પર આડકતરો પ્રહાર કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આખું વિશ્વ વિસ્તારવાદી પરિબળોથી પરેશાન છે. વિસ્તારવાદ ૧૮મી સદીની વિકૃત માનસિકતા બતાવે છે. ભારત અન્યોને સમજવા અને સમજાવવાની નીતિમાં માને છે પરંતુ જો ભારતના સંયમની પરીક્ષા કરવાનો પ્રયાસ કરાશે તો તે દેશને પ્રચંડ જવાબ અપાશે. વિસ્તારવાદી પરિબળો ભારતની સહનશીલતાનો ગેરલાભ લેવાનો પ્રયાસ કરશે તો ભારતના જડબાતોડ જવાબ આપશે. વિશ્વની કોઇ શક્તિ અમારા સૈનિકોને ભારતની સરહદની સુરક્ષા કરતા અટકાવી શકે નહીં. ભારતને પડકાર આપનારાને જડબાતોડ જવાબ આપવાની રાજકિય ઇચ્છા અને શક્તિ ભારતે પ્રર્દિશત કરી દીધી છે. ભારત તેના હિતો માટે કોઇ પ્રકારનું સમાધાન કરશે નહીં. પાકિસ્તાનનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, ભારતે તેની લશ્કરી ક્ષમતા પૂરવાર કરી દીધી છે. સમગ્ર વિશ્વ અને આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓએ જોઇ લીધું છે કે ભારતીય સેના આતંકવાદીઓને તેમના ઘરોમાં ઘૂસીને મારી શકે છે.