IFFCO ના ચેરમેન દિલીપ સંઘાણીએ કે.જે. પટેલને IFFCO ના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તમને જણાવી દઈએ કે, કે.જે. પટેલ અગાઉ IFFCO માં ટેકનિકલ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા, તેઓ ખાતર ઉદ્યોગમાં બહોળો અનુભવ ધરાવે છે.
કે.જે. પટેલના શૈક્ષણિક અને કદારકિર્દીની વાત કરીએ તો તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. આ ઉપરાંત તેઓ નાઇટ્રોજન અને ફોસ્ફેટ ખાતર પ્લાન્ટના જાળવણીમાં 32 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે. તેઓ ઓપરેશનલ શ્રેષ્ઠતા અને ટકાઉ વિકાસને આગળ ધપાવવાના તેમના મજબૂત ટ્રેક રેકોર્ડ માટે જાણીતા છે. તેઓ ભારતના સૌથી મોટા જટિલ ખાતર પ્લાન્ટ, IFFCO પારાદીપ પ્લાન્ટનું નેતૃત્વ કરી રહ્યા હતા.