ગુજરાતના આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરમાં છેલ્લાં 37 વર્ષથી ગેરકાયદે ચાલી રહેલા પેટ્રોલપંપને સીલ કરાયો છે. એક માહિતીનાં આધારે જિલ્લાના ડેપ્યુટી કલેક્ટરે અહીંના અજમેરી પેટ્રોલ પંપ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમ્યાન જણાયું હતું કે આ પેટ્રોલપંપ 37 વર્ષથી બીન અધિકૃત રીતે ચલાવવામા આવતો હતો. ડેપ્યુટી કલેક્ટરે 2કરોડ એકત્રીસ લાખ તેત્રીસ હજાર ભાડાપટ્ટાનાં વસુલવા આદેશ કર્યો છે.