દેશમાં કોરોના સંક્રમણ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્તરે પહોંચી ચૂકી હોવાના અહેવાલનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-IMAએ ખંડન કર્યુ છે. IMAએ તાજેતરમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, સંસ્થા દ્વારા આ પ્રકારનુ કોઇ નિવેદન આપવામાં આવ્યુ નથી. સંસ્થાએ એમ પણ જણાવ્યુ કે, આ અંગેની માહિતી આપવાનુ કામ સરકારી એજન્સીઓનું છે.
IMA અધ્યક્ષ ડો. રાજન શર્મા અને મહાસચિવ ડો. આર વી અશોકને સંયુક્ત રીતે સ્પષ્ટતા આપતા કહ્યુ કે, કોરોના મહામારીના સંબંધમાં જો કોઇ વ્યક્તિ અનુમાન જાહેર કરે છે તો એ તેનો અંગત વિચાર છે. તેના દ્વારા જાહેર કરાયેલા ક્રાઉડ સોર્સિંગ ડેટા કોઇપણ સ્થિતિમાં સરકારી આંકડાઓ સાથે સરખામણી યોગ્ય નથી. સંસ્થાનું માનવુ છે કે સરકારી આંકડાઓ દર્શાવે છે કે વર્તમાન સમયમાં મોટા શહેરો કોરોના ક્લસ્ટર બન્યા છે અને ગ્રામીણ વિસ્તારો હજુ પણ સંક્રમણથી દૂર છે.
ઉલ્લેખનીય છે કે IMAએ હોસ્પટલ બોર્ડ ચેરમેન ડો. વી કે મોંગાએ બે દિવસ પહેલા કહ્યુ હતું કે દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે અને દૈનિક સ્તરે 30 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણના ફેલાવાને રોકવુ મુશ્કેલીભર્યુ બની રહેશે.