Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છેલ્લા બે દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 4થી 5 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 4થી 5 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ અને દક્ષિણ અરબી સમુદ્રમાં ભેજવાળા પવન કેન્દ્રિત થતાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. સાઉથ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર સર્જાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ