અંદાજે દસ દિવસથી રાજસ્થાનમાં ચાલી રહેલ ઘમાસાણમાં આજનો દિવસ મહત્ત્વનો રહેવાનો છે. જયપુરમાં સચિન પાયલટ સમર્થક 18 ધારાસભ્યોની અરજી પર આજે સુનાવણી ચાલશે. આજનો દિવસ મહત્ત્વનો એટલા માટે છે કારણ કે સોમવારે રાજસ્થાન હાઈકોર્ટમાં સચિન પાયલટ સમર્થક તરફથી દાખલ કરવામાં આવેલ અરજી પર નિર્ણય આવી શકે છે. શુક્રવારે અરજી પર સુનાવણી કરતાં કોર્ટે 21 જુલાઈ સાંજે 5-30 કલાક સુધી સ્પીકરને કોઈપણ નિર્ણય ન કરવા કહ્યું છે.
પાયલટ સમર્થક ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ દ્વારા મોકલવામાં આવેલ નોટીસને પડકારી
સચિન પાયલટ ગ્રુપના ધારાસભ્યો તરફથી મુકુલ રોહતગી અને હરિશ સાલ્વે હાજર થયા હતા. જ્યારે વિધાનસભા અધ્યક્ષ તરફથી કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા. સચિન પાયલટ અને 18 અન્ય બાગી કોંગ્રેસ ધારાસભ્યોએ તેમન વિધાનસભામાં અયોગ્ય ગણાવવાની કોંગ્રેસની માગ પર વિધાનસભા અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલ નોટિસને પડકારી છે.
ગેહલોત ગ્રુપે વિધાનસભા અધ્યને ફરિયાદ કરી હતી કે બાગી ધારાસભ્યોએ કોંગ્રેસ વિધાયક દળની સોમવાર અને મંગળવારની થયેલ બેઠકમાં ભાગ લેવા માટે જારી કરવામાં આવેલ પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન કર્યું છે. જોકે પાયલટ ગ્રુપની દલીલ હતી કે પાર્ટીનું વ્હિપ ત્યારે જ લાગુ પડે જ્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોય.