જમ્મુ એન્ડ કાશ્મીરમાં શનિવારે વહેલી સવારે સુરક્ષાદળો દ્વારા આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શોપિયાં જિલ્લામાં અમ્શીપોરા ગામ ખાતે ૩ આતંકીઓને ઠાર કરાયા હતા. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની સુરક્ષા દળોને ગુપ્ત બાતમી મળી હતી આ પછી ગામમાં છુપાયેલા આતંકીઓ સાથે અથડામણ સર્જાઈ હતી. આ અગાઉ શુક્રવારે કુલગામમાં શિમર ખાતે સુરક્ષા જવાનોએ ૩ આતંકીઓનો સફાયો કર્યો હતો. આમ છેલ્લા ૨૪ કલાકમાં બે અલગ અલગ મૂઠભેડમાં ૬ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. કુલગામમાં માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ જૈશ-એ-મોહંમદ સંગઠનનાં હતા. ઠાર કરાયેલા પૈકી એક આતંકી જૈશનો કમાન્ડર હતો. આ પાકિસ્તાની આતંકી IED બ્લાસ્ટ કરવામાં એક્સ્પર્ટ હતો.