કોંગ્રેસના પ્રવક્તા અને જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવીએ ભાજપ સરકાર પર સીધા આક્ષેપો કરતા જણાવ્યું છે કે, ‘કોરોનાના નામ પર જે પીએમ કેર ફંડ એકત્ર કરવામાં આવ્યું છે, તેમાં કોઈ પારર્દિશતા નથી, તે કેગમાં પણ નથી, આરટીઆઈમાં પણ નથી અને તેનો કોઈ હિસાબ પણ નથી. પીએમ કેર ફંડમાં ૯,૬૭૮ કરોડનું ફંડ ચીનમાંથી આવ્યું છે.’
અભિષેક મનુ સિંઘવીએ સરકાર પર આક્ષેપ લગાવ્યો કે તેમણે ચીનની કંપનીઓ પાસેથી પીએમ કેર ફંડનાં નામે ૧૫૦ કરોડથી વધુની રકમ એકત્ર કરી છે. આ સરકાર માટે રાષ્ટ્રીય સુરક્ષા મહત્ત્વની નથી, આ સરકારમાં એક વ્યક્તિ જે કહે તે મહત્ત્વનું અને તે વ્યક્તિ વિશે આપણે જાણીએ છીએ. રાષ્ટ્રીય સુરક્ષાના આટલા મોટા પ્રશ્નો ઊભા થવા છતાં ભાજપ સરકારનું ધ્યાન આરજીએફ (રાજીવ ગાંધી ફાઉન્ડેશન) પર છે.