ગુજરાતમાં કોરોના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે, ત્યારે “ડાયમન્ડ સિટી”ના અનેક વિસ્તારોમાં રાજ્યના ‘આરોગ્યમંત્રી ખોવાયા છે’ ના પોસ્ટરો આમ આદમી પાર્ટીએ લગાવ્યા છે.
સુરતમાં કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અત્યાર સુધી ક્યાંય નથી દેખાયા. હવે આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીએ કુમાર કાનાણીના પોસ્ટરો સુરતના વરાછા અને સરથાણા વિસ્તારમાં લગાવ્યા છે. આ પોસ્ટરોમાં લખ્યુ છે કે, “આરોગ્ય મંત્રી ખોવાયા છે… જે કોઈને મળે તે સુરત સિવિલ પહોંચાડવા વિનંતી.”