ઉત્તરપ્રદેશના ઝાંસીમાં એક મેડિકલ કોલેજમાં તબીબોએ એક દર્દીનો પગ કાપીને એ કાપેલા પગને દર્દીનાં માથા નીચે જ તકિયા તરીકે મુકી દીધો હતો. બનાવ સામે આવ્યા પછી વિવાદ થયો હતો અને હોસ્પિટલ સત્તાવાળાઓએ સંબંધિત ઓર્થોપેડિક ડોક્ટર સહિત ચાર લોકોને સસ્પેન્ડ કરી દીધા હતા. હોસ્પિટલ સત્તાવાળાઓએ આ અંગે વધુ તપાસ કરવા એક સમિતિ પણ બનાવી છે.