લોકડાઉનમાં અપાયેલી છુટછાટો બાદ ભારતમાં હવે કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે.આ પ્રકારના સંજોગોમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુ ઓફ સાયન્સે કરેલુ અનુમાન ચોંકાવનારુ છે.
આ અનુમાન પ્રમાણે માર્ચ 2021 સુધીમાં ભારતમાં કોરોનાથી ઓછામાં ઓછા 37 લાખ અને વધારેમાં વધારે 6 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યા હશે.આ અનુમાન એક મેથેમેટિકલ મોડેલનો ઉપયોગ કરીને લગાવાયુ છે.જે દેશમાં આ વર્ષે માર્ચથી જુન મહિના સુધીમાં સામે આવેલા કેસના આંકડા પર આધારિત છે.
આ મોડેલના તારણ પ્રમાણે સંશોધકોનુ કહેવુ છે કે, કોરોનાના કેસની સંખ્યા પ્રમાણે અનુમાનમાં ફેરફાર પણ થઈ શકે છે.સૌથી ખરાબ સ્થિતિ જોઈએ તો માર્ચ મહિના સુધી ભારતમાં કોરોનાના કેસ પીક પર નહી પહોંચે અને સૌથી સારી સ્થિતિ કદાચ એ હોઈ શકે કે ભારતમાં સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં કોરોના પીક પર પહોંચી શકે છે.
આમ મોડેલ પ્રમાણે 2021માં પણ કોરોનાનો કહેર ચાલુ રહે તેવી શક્યતા છે.આ સ્ટડીમાં કહેવાયુ છે કે, કેસ ઓછા કરવા માટે દરેક વીકમાં એક કે બે દિવસ લોકડાઉન લાગુ કરવુ જરુરી છે.વેકસીનના અભાવે કોન્ટેક્ટ ટ્રેસિંગ, ક્વોરેન્ટાઈન અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જ કોરોનાને કાબૂમા રાખવા માટે અસરકાર ઉપાય છે.