Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય મૂળના જય ચૌધરી (60) દુનિયાના અબજપતિઓની યાદીમાં સામેલ થઇ ગયા છે. તે સાઈબર સિક્યોરિટી ફર્મ જીસ્કેલરના ફાઉન્ડર છે. જય સહિત સાઈબર સિક્યોરિટી ફર્મના 7 અબજોપતિઓની કુલ નેટવર્થ 9.5 અબજ ડોલર(67,450 કરોડ રૂપિયા) છે. મહત્વનું છે કે, જીસ્કેલર ગત વર્ષે માર્ચ મહિનામાં અમેરિકાના શેરબજારમાં લિસ્ટ થઈ હતી અને પ્રથમ દિવસે જ તેનો શેર 106 ટકા ઉછળ્યો હતો. તે દિવસની ક્લોઝિંગ પ્રાઈસથી અત્યાર સુધીમાં શેરે 50 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. શેરબજારમાં કંપનીની માર્કેટ કેપ 6 અબજ ડોલર છે.

જય ચૌધરીએ 10 વર્ષ પહેલા જીસ્કેલર કંપની શરૂ કરી હતી. અગાઉ તેમણે 4 સ્ટાર્ટઅપ વેચ્યા હતા. તેમણે સિનસિનાટી યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ઈન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર સાઈન્સમાં માસ્ટર્સ ડીગ્રી મેળવી છે. ઉલ્લેખનીય છે કે, તેઓ હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં પણ અભ્યાસ કરી ચૂકયા છે.

જય ઘણાં વર્ષો પહેલા સિલકોન વેલીના સુપરરિચમાં એન્ટ્રી મારી ચૂક્યા હતા. હાલમાં તેમના ફર્મ જીસ્કેલરની વેલ્યુ લગભગ 3 અબજ ડોલર(21,300 કરોડ રૂપિયા) છે. જય ચૌધરીએ ગત મહિને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મને પૈસા સાથે વધુ લગાવ નથી. મારી અત્યાર સુધીની સફળતાનું આ જ કારણ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, મારો ટાર્ગેટ ઈન્ટરનેટ અને ક્લાઉડ બિઝનેસને સુરક્ષિત બનાવવાનો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ