ભારતે મુંબઈ એરપોર્ટ પરથી બે મોસ્ટ વોન્ટેડ ભાગેડુ આતંકવાદીઓ અબ્દુલ્લા ફૈઝ શેખ અને તલ્હા ખાનની ધરપકડ કરી છે. આ શંકાસ્પદ આતંકવાદીઓ જકાર્તામાં છુપાયેલા હતા.
આતંકવાદ સામે ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ભારતના બે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. NIA એટલે કે કેન્દ્રીય તપાસ એજન્સીએ મુંબઈ એરપોર્ટ પરથી બે ભાગેડુ આતંકવાદીઓની ધરપકડ કરી છે. બંને આતંકવાદીઓની ઓળખ અબ્દુલ્લા ફૈઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્હા ખાન તરીકે થઈ છે. આ બંને આતંકવાદીઓ ઇન્ડોનેશિયાના જકાર્તામાં છુપાયેલા હતા. ભારત પરત ફરતી વખતે, બંનેને મુંબઈ એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. આ પછી NIA એ તેમની ધરપકડ કરી.