ભારત અને ચીન વચ્ચે સૈન્ય વાટાઘાટો છતાં LAC પર તનાવ યથાવત જોવા મળી રહ્યો છે. 30-જૂને 12 કલાક સુધી ચાલેલી કૉર કમાન્ડર સ્તરની વાતચીતનું કોઈ પરિણામ નથી આવ્યું. જો કે આ દરમિયાન ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યો છે કે, બન્ને દેશો તબક્કાવાર રીતે પોતાના સૈનિકોને પાછળ હટાવવા માટે તૈયાર છે.
જો કે પેન્ગોન્ગ ત્સોને લઈને કોઈ સફળતા નથી મળી. બન્ને દેશો વચ્ચે આ વિસ્તારને લઈને ટકરાવ છે. અહીં PLA સૈનિકોએ મોટી સંખ્યામાં બંકરો બનાવી લીધા છે અને આ વિસ્તારમાં ઘેરાબંધી કરી દીધી છે. ચીનના સૈનિકો ફિંગર 4 થી 8 સુધી પોતાનો કબ્જો જમાવ્યા બાદ હવે અહીંની સૌથી ઊંચી ટોચ પર પોતાનો કબ્જો જમાવ્યો છે.
30- જૂને ચીનના કૉર કમાન્ડર મેજર જનરલ લિઉ લિને ભારતના કોર કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ હરિન્દર સિંહ સાથે 12 કલાક વાતચીત કરી હતી. જો કે હજુ પણ વાતચીત ત્યાં જ અટકી છે. જો કે સુત્રો મુજબ, બન્ને દેશો 15 જૂન જેવી હિંસક ઝડપ ફરી ના કરવા પર સહમત થયા છે.
ભારત અને ચીનમાં સહમતી સધાઈ છે કે, 72 કલાક સુધી બન્ને દેશો એકબીજા પર નજર રાખશે કે, જે વાતો પર સહમતી થઈ છે, તેનો વાસ્તવિક અમલ થઈ રહ્યો છે કે કેમ? બીજી તરફ ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યો છે કે, ભારત અને ચીન LAC પર તનાવ ઓછો કરવા માટે સહમત થઈ ગયા છે. બનેને દેશો તબક્કાવાર પોતાના સૈનિકોને હટાવવા માટે રાજી થઈ ગયા છે. જો કે ગ્લોબલ ટાઈન્સના આ દાવા પર હજુ કોઈ સત્તાવાર મંજૂરી નથી મળી.