Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીન સાથેના તણાવ વચ્ચે ભારતીય સેના અને વાયુસેનાએ લેહમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ કર્યો. આ યુદ્ધાભ્યાસમાં ફાઈટર અને ટ્રાન્સપોર્ટ વિમાન સામેલ થયા હતા. યુદ્ધાભ્યાસનો ઉદ્દેશ્ય બંને સેનાઓ વચ્ચે તાલમેલ વધારવાનો હતો તથા તેમાં સુખોઈ લડાકુ વિમાન અને ચિનુક હેલિકોપ્ટર સામેલ થયા હતા.

હકીકતે ભારતીય સેનાને ખબર છે કે વર્તમાન તણાવના કારણે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર રક્ષા કવચને ઘટાડી ન શકાય. હાલ ગાલવાન ઘાટી, પૈંગોંગ લેક અને દોલત બેગ ઓલ્ડી વિસ્તારોમાં ચીની સેના પહેલાની માફક જ તૈનાત છે. આ સંજોગોમાં ભારત કોઈ પણ સ્તરે પોતાની તૈનાતી ઓછી નથી રાખવા માંગતું. 

LAC ખાતે તણાવ વચ્ચે ભારતીય સેના અને વાયુસેનાનો યુદ્ધાભ્યાસ ખૂબ જ મહત્વનો છે. જાણવા મળ્યા મુજબ સેનાનો આ પ્રકારનો યુદ્ધાભ્યાસ નિરંતર ચાલતો રહેશે. થોડા દિવસો પહેલા ચીની સેનાના યુદ્ધાભ્યાસનો વીડિયો પણ સામે આવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ