લદ્દાખમાં એલએસી ખાતે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી તણાવને પગલે ૫૯ ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકીને ચીનને આર્થિક મોરચે લપડાક માર્યા પછી ભારત સરકારે બેઇજિંગને વધુ એક આંચકો આપ્યો છે. કેન્દ્રીય ઊર્જા મંત્રાલયે સિક્યુરિટી અને સાયબર ધમકીઓનો ઉલ્લેખ કરીને પાવર સપ્લાય સિસ્ટમ અને નેટવર્ક્સમાં વપરાતા ઇક્વિપમેન્ટની આયાત પર પ્રતિબંધ લાદી દીધો છે. ઊર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે, ચીન અને પાકિસ્તાન સહિતના દેશોમાંથી આ પ્રકારના ઇક્વિપમેન્ટની આયાત કરતાં પહેલાં સરકારની આગોતરી પરવાનગી લેવાની રહેશે. આ પ્રકારે આયાત થતાં તમામ ઔઇક્વિપમેન્ટ ભારતીય સ્ટાન્ડર્ડ પ્રમાણેના છે કે નહીં, તેમાં કોઈ પ્રકારના મોલવેર, ટ્રોજન અથવા સાયબર ધમકી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.