ચીન સાથેની ભારતની વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) ખાતે ચીની ફાઇટર જેટ અને હેલિકોપ્ટરોની વધેલી પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેતાં ભારતીય સેના અને એરફોર્સે પૂર્વ લદ્દાખ સેક્ટરમાં અત્યાધુનિક સરફેસ ટુ એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તહેનાત કરી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીની એરફોર્સના ફાઇટર જેટ અને પીપલ્સ લિબરેશન આર્મીના ચોપર્સના કોઈપણ દુઃસાહસને અટકાવવા ભારતીય સેના અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા લદ્દાખ સેક્ટરમાં એર ડિફેન્સ સિસ્ટમ ગોઠવી દેવાઈ છે.