વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના રીવા ખાતે 750 મેગાવોટના સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું હતું. આ પ્રસંગે PM મોદીએ જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશ આગામી દિવસોમાં દેશમાં સ્વચ્છ તેમજ સસ્તી ઉર્જા માટેનું સૌથી મોટું હબ બનીને ઉભરશે. PM મોદીએ વધુમાં જણાવ્યું કે, ભારત વૈશ્વિક ક્ષેત્રે વૈકલ્પિક ઉર્જાનું સૌથી આકર્ષક બજાર છે.
સૌર ઉર્જા સૌથી સ્વચ્છ, ખાતરીયુક્ત અને સુરક્ષિત ઉર્જા છે તેમજ દેશ હવે વિશ્વમાં ટોચના પાંચ સૌર ઉર્જા ઉત્પાદકોમાં સ્થાન ધરાવે છે તેમ PM મોદીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રીવાના સોલાર પાવર પ્લાન્ટથી ફક્ત મધ્ય પ્રદેશને જ નહીં પરંતુ દિલ્હી મેટ્રોને પણ વીજ પુરવઠો પ્રાપ્ત થશે.
રીવા ખાતેના સોલાર પ્રોજેક્ટ પ્લાન્ટમાં 500 હેક્ટરના પ્લોટમાં 250 મેગાવોટના એક એવા 1,500 હેક્ટરમાં કુલ ત્રણ એકમો સ્થાપવામાં આવ્યા છે. આ સોલાર પાર્કનું નિર્માણ રીવા અલ્ટ્રા મેગા સોલાર લિમિટેડ દ્વારા કરાયું છે જે મધ્ય પ્રદેશ ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું સંયુક્ત સાહસ છે.