શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન ૨૦૨૦માં પીએમ મોદીએ મંગળવારે ચીન અને પાકિસ્તાનને ઝાટકી નાંખ્યા હતા. આ વર્ચ્યુઅલ શિખર સંમેલનને સંબોધતા મોદીએ કહ્યું હતું કે ભારત હંમેશાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિમાં માનતો આવ્યો છે અને આતંકવાદ, હથિયારો અને ડ્ર્ગ્સની દાણચોરી તેમજ મની લોન્ડરિંગનો સતત વિરોધ કરતો આવ્યો છે. એસસીઓનાં ચાર્ટરમાં નક્કી કરેલા સિદ્ધાંતો મુજબ ભારત કામ કરી રહ્યો છે. લદ્દાખમાં ન્છઝ્ર ખાતે તંગદિલી પછી મોદી અને જિનપિંગ પહેલી વખત આમનેસામને આવ્યા હતા. જોકે મોદીએ જિનપિંગ અને ઇમરાન ખાનની સતત અવગણના કરી હતી. મોદીનાં ભાષણ વખતે જિનપિંગ આમથી તેમ ફાંફાં મારતા જોવા મળ્યા હતા. મોદીએ તેમનો ઉલ્લેખ પણ કર્યો ન હતો.