ભારતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. ઉલ્લેખનીય છે કે આ જીવલેણ વાયરસની મહામારી વધુને વધુ ફેલાઈ રહી છે. રવિવારે એક જ દિવસમાં કોરોનાના 23,205 કેસ નોંધાતા ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6.90 લાખથી વધુ થઈ ગઈ છે. આ સાથે કોરોનાના કેસના સંદર્ભમાં ભારત રશિયાને પાછળ રાખીને વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.
રવિવારે એક જ દિવસમાં કોરોનાના 23,205 કેસ
રવિવારે કોરોનાથી દેશમાં વધુ 415નાં મોત નીપજ્યાં હતા. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 19,683 થયો છે. જોકે, અત્યાર સુધીમાં કોરોનાના 4.22 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે તેમ PTIની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું. વિશ્વમાં કોરોનાનાની પરિસ્થિતિ પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટર મુજબ ભારતમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 6.95 લાખ થઈ ગઈ છે અને રશિયાને પાછળ રાખીને ભારત ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ભારતની આગળ અમેરિકા 29.55 લાખ કેસ સાથે પહેલાં અને બ્રાઝિલ 15.78 લાખ કેસ સાથે બીજા ક્રમે છે. રશિયામાં કોરોનાના 6.81 લાખ કેસ છે.