સમગ્ર વિશ્વમા દર વર્ષે 3 મેના રોજ વિશ્વ પ્રેસ ફીડમ એટલે કે મીડિયા સ્વતંત્રતાનો દિવસ ઉજવવામાં આવે છે. શનિવારે આ દિવસની ઉજવણી પૂર્વે વિશ્વના દેશોમાં પ્રેસ ફ્રીડમ એટલે કે પ્રેસની આઝાદી કેટલી છે તેનો એક રિપોર્ટ જાહેર કરાયો છે. વેન્ડ પ્રેસ ફીડમ ઈન્ડેક્સ 2025 માં ભારત 180 દેશોમાં 151માં ક્રમે છે. રિપોર્ટર્સ વિદાઉટ બોર્ડર દ્વારા જાહેર કરાયો છે. ગયા વર્ષે ભારત આ યાદીમાં 159માં ક્રમે હતું.
પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025ની યાદીમાં ભારત 151માં ક્રમે
પેરિસ સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા રિપોર્ટર્સ વિદાઉટ બોર્ડર્સના વર્ષ 2025ના પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની યાદીમાં ઇરીટ્રિયા સૌથી નીચલા સ્તરે જ્યારે નોર્વે સૌથી સારી સ્થિતિમાં પ્રથમ ક્રમે છે. ભુતાન, પાકિસ્તાન, તુર્કી, પેલેસ્ટાઈન, ચીન, રશિયા, અફઘાનિસ્તાન, સીરિયા અને ઉત્તર કોરિયાને ભારતથી નીચે રાખવામાં આવ્યા છે.