કેન્દ્રની મોદી સરકારે ભારતમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારના સોશિયલ મીડિયા એકાઉન્ટ 'X' પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ભારત સરકારે બીજા ઘણા લોકો સામે પણ આવી કડક કાર્યવાહી કરી છે.
પાક પીએમની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ : પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની યુટ્યુબ ચેનલ સર્ચ કરવામાં આવી, ત્યારે એક સંદેશ આવ્યો કે રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ સામગ્રી દેશમાં ઉપલબ્ધ નથી. સરકારી દૂર કરવાની વિનંતી વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને Google પારદર્શિતા અહેવાલ જુઓ.