વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન પહોંચી ગયા છે. પીએમ મોદી 18મા શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના પ્રવાસે છે. તેમણે ચીનના પ્રેસિડન્ટ શિ. જિનપિંગ સાથે મુલાકાત કરી હતી અને દ્વી પક્ષીય બેઠકમાં સામેલ થયા હતા. દોઢ મહિનામાં તેમનો આ બીજો ચીન પ્રવાસ છે. તે એપ્રિલમાં અનૌપચારિક બેઠક માટે ચીન ગયા હતા.