ગેરકાયદેસર ઓનલાઈન બેટિંગ એપ્સના પ્રમોશનના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફરી એકવાર ટેક જાયન્ટ્સ ગુગલ અને મેટાને નોટિસ પાઠવ્યા છે. આ બંને ટેક કંપનીઓના પ્રતિનિધિઓને 28 જુલાઈ સોમવાર ના રોજ ED મુખ્યાલયમાં પૂછપરછ માટે નોટિસ પાઠવવામાં આવ્યા છે. અગાઉ, આ બંને ટેક કંપનીઓને 21 જુલાઈના રોજ દિલ્હી સ્થિત ED મુખ્યાલયમાં પૂછપરછ માટે નોટિસ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર રહી શક્યા ન હતા. આવી સ્થિતિમાં, ED એ ફરીથી બંને કંપનીઓને સમન્સ પાઠવ્યું છે અને તેમને 28 જુલાઈએ હાજર થવા માટે કહ્યું છે. તમને જણાવી દઈએ કે ED ની તપાસ ઓનલાઈન બેટિંગ એપ્સ પર કેન્દ્રિત છે જે ગેરકાયદેસર જુગાર અને મની લોન્ડરિંગમાં કથિત રીતે સામેલ છે. આમાં મહાદેવ બેટિંગ એપ અને ફેરપ્લે IPL જેવી એપ્સનો સમાવેશ થાય છે.