કેન્દ્ર સરકારે દેશભરના શહેરોમાં સાફ-સફાઈ સબંધિત “સ્વચ્છ સર્વેક્ષણ 2020”ના પરિણામોની જાહેરાત કરી દીધી છે. જેમાં એક વખત ફરીથી મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરે બાજી મારી દીધી છે. મિનિસ્ટ્રી ઑફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આયોજિત “સ્વચ્છતા મહોત્સવ” નામના આ કાર્યક્રમમાં કુલ 129 શહેરોને પુરસ્કાર આપવામાં આવશે.
આ અંગે શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, ઈન્દોર સતત ચોથી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. આ શાનદાર પ્રદર્શન માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, શહેરના નાગરિકો અને નગરપાલિકાને શુભકામના.
જ્યારે ગુજરાતનું ઔદ્યોગિક શહેર સુરત, ભારતનું બીજુ સૌથી સ્વચ્છ શહેર છે. આ માટે હરદીપ પૂરીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રશંસા કરી હતી. જ્યારે ત્રીજા નંબરે નવી મુંબઈ આવ્યું છે.
શહેરી વિકાસ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, પ્રાચીન પવિત્ર શહેર વારાણસી ગંગા નદીના કિનારે વસેલુ સૌથી સ્વચ્છ શહેર છે. વડાપ્રધાન મોદી લોકસભામાં આ શહેરનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના દુરંદેશી નેતૃત્વએ આ સિદ્ધિ માટે શહેરના લોકોને પ્રેરિત કર્યાં છે.
વિશ્વના આ સૌથી મોટા સ્વચ્છતા સર્વક્ષણમાં 4242 શહેરો, 62 વોર્ડ્સ અને 92 ગંગાના કિનારે વસેલા ટાઉનની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં અંદાજે 1 કરોડ 90 લાખની વસ્તી રહે છે. આ સર્વેક્ષણની પ્રથમ શ્રેણીમાં ભારતના સૌથી સ્વચ્છ શહેરને ખિતાબ મૈસૂરુને મળ્યો હતો. જ્યારે તે પછી સતત ત્રણ વખત (2017,2018 અને 2019)માં ઈન્દોર નંબર વન રહ્યું છે.
લગભગ એક મહિના સુધી ચાલેલા આ સર્વેક્ષણ દરમિયાન એક કરોડ 70 લાખ નાગરિકોએ સ્વચ્છતા એપ પર નોંધણી કરાવી છે. સોશિયલ મીડિયા પર 11 કરોડથી વધુ લોકો આ સર્વેક્ષણમાં જોડાયા. જ્યારે સાડા પાંચ લાખથી વધુ સફાઈ કર્મચારી સામાજિક કલ્યાણ યોજનાઓ સાથે સંકળાયા અને આવી રીતે 21 હજાર સ્થળોની ઓળખ કરવામાં આવી. જ્યાં કચરો અને ગંદકી મળવાની સૌથી વધુ સંભાવના છે.
► સ્વચ્છ સર્વેક્ષણ પર એક નજર
4242 શહેરોએ દેશભરમાંથી લીધો હતો ભાગ
6000 અંકોનો હતો સ્વચ્છ સર્વેક્ષણ
29 દિવસ સુધી ચાલ્યું મૂલ્યાંકન
378 શહેર મધ્ય પ્રદેશના સર્વેક્ષણમાં સારૂ પ્રદર્શન કર્યું
234 શહેર ODF પ્લસની શ્રેણીમાં સામેલ
107 શહેર ODF ડબલ પ્લસના પરીક્ષણમાં પાસ
18 લૉકલ બૉડીને સ્ટાર રેટિંગ, ગંદકી મુક્ત શહેરના મૂલ્યાંકનમાં થયા સફળ